02 July, 2021

ચાય પે ચર્ચા

આજે વાત કરવી છે પીણાઓ ના રાજા ની...એટલે કે "ચા" ની.

ચા ને આમ તો સાર્વત્રિક પીણું કહીએ તો પણ અતિશયોક્તિ નહિ ગણાય પણ તેમ છતાંય વહુ અને વરસાદ ની જેમ એને જોઈએ એવી કદર મળતી નથી.


"ચાલ ને ચા પીવા જઈએ" આ વાક્ય કૉલેજ કે ગલી ના નાકે સાંભળવું એકદમ સામાન્ય વાત છે.

જ્યારે પણ કોઈ મિત્રો નું ગ્રુપ જોડે બેસીને ચા પીવાનું નક્કી કરે ત્યારે આશય ચા પીવાનો નથી હોતો...આશય હોય છે જોડે બેસીને મજાક મશ્કરી કરવાનો, જૂના કિસ્સા ફરી ને ફરી વાગોળવાનો; ચા તો માત્ર સેતુ બની રે છે મિત્રો ના બહાનાઓ અને ચર્ચા ને જોડતો. 


ચા એ ખાલી પીણું નથી... એ ચર્ચા ને વેગ આપતું ફ્યુલ છે.





ચા એકદમ વર્સેટાઈલ પણ ખરી (અનલાઈક કોફી) કારણ કે ચા જોડે ખાઈ શકાય એવા ઢગલાબંધ ઓપ્શન મળી રહે...

ચા અને થેપલા, ચા અને પરોઠા/ભાખરી, ચા અને પાપડી, ચા અને ગાંઠીયા, ચા અને બિસ્કીટ (હા ભાઈ બિસ્કુટ!), ચા અને મસ્કાબન (ખાસ અમદાવાદીઓ માટે), ચા અને ભજીયા (વરસાદ વખત નું ફરજિયાત મેનુ), ચા અને સેવખમણી...


એમાં પણ જો આ બધું ચાલુ વરસાદે મળે તો આહાહા...


અગ્રેશન - કોહલી

હોટેલ - ટ્રીવાગો

એસબીઆઈ - લંચ બ્રેક

આ લિસ્ટ માં જો હજી એક જોડી ઉમેરવી હોય તો એ છે વરસાદ અને ચા, ઈનસેપરેબલ કોમ્બિનેશન.


વરસાદ પડતાં જ બે પ્રકારના લોકોને જલસો પડી જાય,

૧) કવિઓ

૨) ચા ના રસિયાઓ (જે કવિતાઓ નથી લખી શકતા... હીહી નો ઑફેન્સ)


ચા નો ઉપયોગ અમુક વાર દવા તરીકે પણ થાય પાછો!

શરદી થઈ છે?... આદુ અને તુલસી વાળી ચા પી લો.

માથું દુઃખે છે?...ચા પી લો (અમુક ને પાછું માથું જ એટલે દુઃખે કે ચા ના મળી હોય ટાઈમ ઉપર!)


સવારે ઉઠી ને ગમે એટલો ટાઈમ ભલે ને થયો હોય પણ ચા પીધા સિવાય દિવસ ની શરૂઆત ની કલ્પના મુશ્કેલ છે. જાણે કે ચા એ ચાવી હોય શરીર ની તાજગી ના તાળા ની! 

પુરુષો ની સવાર શરૂ કરવા માટે ખાલી ન્યુઝપેપર પૂરતું નથી, બીજા હાથ માં ચા નો કપ હોવો જરૂરી છે. ગૃહિણીઓ માટે પણ ચા એ ખાલી ચા નથી પણ એક સ્ટેરોઇડ્ જેવું કામ કરે. સવારે ઉઠીને કામ ચાલુ કરતાં પહેલાં એક "ઈમરજન્સી" ડોઝ અને બીજો ડોઝ કામ પતાવ્યા પછી.


ચા એક મલ્ટીપર્પઝ "ટૂલ" છે...

એ લોકો ની ચર્ચાઓ નું નિમિત્ત પણ બની શકે છે.

એ લોકો નો ખરાબ દિવસ સુધારી પણ શકે છે.

એ લોકો ની નાની મોટી તકલીફો ભુલાવી પણ શકે છે.

ટુંક માં જે લોકો એ કદી ચા પીધી નથી, એ લોકો એ ઝીંદગી માં બઉ બધું મિસ કર્યું છે એ પાક્કું.


"ચાય પે વધુ ચર્ચા" પછી ક્યારેક.