ઉત્તરાયણ એટલે પતંગો, તુક્કલો અને "કાઇપો છે" ની બૂમો. પણ આના સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે આપડે બાળક તરીકે કરી હશે(અને અમુક અત્યારે પણ કરીએ છીએ).
એ મજેદાર વસ્તુઓ કઈ છે એ જાણવા વાંચો આગળ...
લોકો ને ચતુરાઈ થી ઝાંસો કેમ આપવો એ સ્કીલ મારા માં ત્યારથી વિકસેલી.
ગમે તે કો, એ પૂંછડી વાળા પતંગ નો વટ જ અલગ હતો.
તુક્કલ ચગાવતી વખતે ૩ ગ્રૂપ હોય છે.
૧) તુક્કલ ચગાવવા વાળું ગ્રૂપ
૨) તુક્કલ કાપવા વાળું ગ્રૂપ
૩) તુક્કલ બચાવવા વાળું ગ્રૂપ (ડિફેન્સ ફોર્સ)
જ્યારે તુક્કલ ચગે ત્યારે દુશ્મનો ના પતંગો તુક્કલ કાપવાની રાહ જોઈ ને જ બેઠા હોય છે. બસ અહીંયા જ જરૂર પડે છે ડિફેન્સ ફોર્સ ની. નામ ઉપર થી જ ખબર પડે છે એમ, આ લોકો દુશ્મનો થી તુક્કલ ને બચાવવા માટે પતંગ ચગાવીને દુશ્મનો જોડે પેચ કરે છે.
આના થી ૨ કામ થઈ જાય...
૧) પીપુડા ના પૈસા વસૂલ થાય અને
૨) લોકો ને લાગે કે ટેણીયા ને ય પતંગ ચગાવતા આવડે છે ખરું!
જો કે આ કામ કરવાની પણ અમુક પ્રોસીજર હોય છે. સૌથી પેહલા એક પાળી શોધવી પડે જેની પાછળ તમે છુપાઈ શકો. હવે એની પાછળ બેસી ને રાહ જોવાની કે ક્યારે કોઈ ની દોરી ત્યાં થી પસાર થાય.
બસ પછી જેવી કોઈ દોરી દેખાય કે તરત જ હળવે થી કાપી દેવાની.
આ કર્યા પછી કોઈ ને આપડી ઉપર શક ના થાય એના માટે જેની દોરી કપાઈ હોય એમને પૂછવાનું કે "અરે તમારો પતંગ ક્યાં ગયો? હમણાં તો ચગતો હતો!"
તહેવારો ને મિક્સ કઈ રીતે કરવા એ આપડા લોકો પાસે થી શીખવા જેવું છે.
એ મજેદાર વસ્તુઓ કઈ છે એ જાણવા વાંચો આગળ...
મમ્મીથી છુપાઈને પતંગ લુંટવા જવું
મને બરાબર યાદ છે કે હું મમ્મી ને એવું કહીને પતંગ લુંટવા જતો કે હું મેદાન માં રમવા જાઉં છું. કારણ કે દરેક બાળક ની જેમ મારી ઉપર પણ પતંગ લુંટવા ઉપર પ્રતિબંધ હતો. પણ કહેવાય છે ને કે કરનાર જો ધારી લે તો કરી ને જ જંપે છે. ભલે મારી ઉપર પ્રતિબંધ હતો, મેં એનો રસ્તો શોધી કાઢેલો. હું સાઇકલ લઈ ને ઉપડી જતો મારા શિકાર (પતંગ સ્તો) ની શોધ માં. મારી મમ્મી થોડીક થોડીક વારે બહાર જોવા આવતી કે હું મેદાન માં જ છું કે નહિ. મને આ વાત ની ખબર હતી એટલે હું થોડીક મિનિટો પછી મેદાન માં આંટો મારી જતો.લોકો ને ચતુરાઈ થી ઝાંસો કેમ આપવો એ સ્કીલ મારા માં ત્યારથી વિકસેલી.
પતંગ નીચે પૂંછડી લગાવવી
સ્થિરતા હંમેશા આકર્ષક હોય છે, પછી ભલે વાત માણસ ની હોય કે પતંગ ની. તો જ્યારે પણ પતંગ ગોથમણો લાગતો, ત્યારે એને સ્ટેબિલાઇઝ કરવા પેપર માં થી પટ્ટીઓ કટ કરી ને પતંગ ની નીચે લગાવી દેવાતી.ગમે તે કો, એ પૂંછડી વાળા પતંગ નો વટ જ અલગ હતો.
તુક્કલ ચગાવવી, કાપવી અને બચાવવી
જ્યારે તુક્કલ ચગાવવાની હોય એના એક દિવસ પહેલા બધા પતંગ નું ટેસ્ટિંગ કરવામાં આવતું. જે પતંગ સૌથી વધારે સ્થિર હોય એને તુક્કલ ચગાવવા માટે સિલેક્ટ કરવામાં આવતો.તુક્કલ ચગાવતી વખતે ૩ ગ્રૂપ હોય છે.
૧) તુક્કલ ચગાવવા વાળું ગ્રૂપ
૨) તુક્કલ કાપવા વાળું ગ્રૂપ
૩) તુક્કલ બચાવવા વાળું ગ્રૂપ (ડિફેન્સ ફોર્સ)
જ્યારે તુક્કલ ચગે ત્યારે દુશ્મનો ના પતંગો તુક્કલ કાપવાની રાહ જોઈ ને જ બેઠા હોય છે. બસ અહીંયા જ જરૂર પડે છે ડિફેન્સ ફોર્સ ની. નામ ઉપર થી જ ખબર પડે છે એમ, આ લોકો દુશ્મનો થી તુક્કલ ને બચાવવા માટે પતંગ ચગાવીને દુશ્મનો જોડે પેચ કરે છે.
ઢીલ છોડી ને કાપવું
જ્યારે બાળક ને ખેંચતા ન આવડતું હોય, ત્યારે એની પાસે ઢીલ છોડ્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી હોતો. મોટા માણસો ને ખેંચી ને પતંગો કાપતા જોતા દરેક બાળક નું એક સ્વપ્ન હોય છે કે એ પણ ખેંચી ને કાપે. પણ ખેંચવાના નિષ્ફળ પ્રયાસો કરતા કરતા જયારે દોરી પોતાના જ પગ માં ભરાઈ જાય ત્યારે જ બાળક ને સમજાય કે "મંઝિલ અભી બહોત દૂર હે".ઉત્તરાયણ ની આગલી રાતે કિન્ના બાંધવી
પતંગ ની ખરીદી પછી જો સૌથી અગત્યનું બીજું કોઈ કામ હોય તો એ છે ઉત્તરાયણ ની આગલી રાતે કિન્ના બાંધવાનું. કારણ કે ઉત્તરાયણ ના દિવસે જ્યારે કોઈ આપડો પતંગ કાપે ત્યારે બદલો લેવાની લાહ્ય માં આપડી પાસે એટલો ટાઈમ હોતો નથી કે આપડે કિન્ના બાંધીએ.લુંટારાઓ જોડે થી કિન્ના બાંધેલા પતંગ લેવા
જે લોકો કિન્ના બાંધવાના આળસુ(અને સ્માર્ટ) હોય છે એ લોકો એક નવો જ રસ્તો અપનાવે છે...લુંટારાઓ જોડે થી પતંગ ખરીદી લેવા. બસ કોઈ ઝંઝટ જ નઈ! અને અધૂરા માં પૂરું, "પકડેલો પતંગ ચગી ને આવ્યો હોય એટલે સારો જ હશે" ની રિલીફ તો ખરી જ!બીજા એ પતંગ કાપ્યો હોવા છતાં પીપૂડું વગાડવું
જ્યારે બાળક પાસે પીપૂડું હોય પણ પતંગ કાપવાની સ્કીલ ના હોય ત્યારે બાજુ વાળા એ પતંગ કાપ્યો હોવા છતાં પીપૂડું વગાડે છે.આના થી ૨ કામ થઈ જાય...
૧) પીપુડા ના પૈસા વસૂલ થાય અને
૨) લોકો ને લાગે કે ટેણીયા ને ય પતંગ ચગાવતા આવડે છે ખરું!
બીજા ની દોરી નો કટકો કરવો
આવું ત્યારે થતું હોય છે જ્યારે ઓછા પવન ને કારણે આપડો પતંગ ચગતો ના હોય અને કાતર આપડી નજીક માં જ હોય.જો કે આ કામ કરવાની પણ અમુક પ્રોસીજર હોય છે. સૌથી પેહલા એક પાળી શોધવી પડે જેની પાછળ તમે છુપાઈ શકો. હવે એની પાછળ બેસી ને રાહ જોવાની કે ક્યારે કોઈ ની દોરી ત્યાં થી પસાર થાય.
બસ પછી જેવી કોઈ દોરી દેખાય કે તરત જ હળવે થી કાપી દેવાની.
આ કર્યા પછી કોઈ ને આપડી ઉપર શક ના થાય એના માટે જેની દોરી કપાઈ હોય એમને પૂછવાનું કે "અરે તમારો પતંગ ક્યાં ગયો? હમણાં તો ચગતો હતો!"
ઊંધિયું, મમરા ના લાડુ અને તલ ની સુખડી
આ દિવસે ગુજરાતીઓ નું મેનુ ફિક્સ હોય છે. જમવા માં ઊંધિયું- પૂરી અને ધાબા ઉપર નાસ્તા માટે મમરા ના લાડુ અને તલ ની સુખડી.સાંજે ગરબા અને દિવાળી
ગુજરાતીઓ હોય અને ગરબા ન હોય એવું ના બને. ઘણા લોકો સાંજે ધાબા ઉપર ગરબા કરે અને અમુક લોકો ફટાકડા કે આતશબાજી પણ કરે.તહેવારો ને મિક્સ કઈ રીતે કરવા એ આપડા લોકો પાસે થી શીખવા જેવું છે.
No comments:
Post a Comment